કોમી એકતાનું અદભુત ઉદાહરણ પૂરું પાડતું નાનું એવું નેકનામ ગામ ટંકારા : ટંકારા તાલુકાના નાના એવા નેકનામ ગામના હિન્દૂ મુસ્લિમ પરિવારો કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મુસ્લિમ સમાજના માતમના પર્વ તાજીયા નિમિતે ગામના હિન્દૂ - મુસ્લિમ સભ્યોની એકતા કમિટી દ્વારા એખલાસ ભર્યા માહોલમાં પર્વ યોજાયો હતો. ટંકારા તાલુકાના છેવાડે આવેલ નાના એવા નેકનામ ગામમાં પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, ભરવાડ સમાજ, મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના જ્ઞાતિજનો એકતા અને કુટુંબ ભાવ સાથે હળી મળીને રહે છે અને હિન્દૂ તહેવારોની જેમ જ મુસ્લિમ સમાજના તહેવારોમાં પણ સહભાગી બને છે ત્યારે માતમના પર્વ તાજીયા નિમિતે ગામના હિન્દૂ અને મુસ્લિમ સમાજના સભ્યોની બનેલી કમિટી તમામ આયોજન કરી દૂધ કોલડ્રિંક, ચા, નાસ્તાની વ્યવસ્થા કરવાની સાથે કલાત્મક તાજીયા બનવવાના કામમાં પણ સહભાગી બનતા હોય છે. માતમના પર્વ તાજીયાના આયોજનમાં મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ રહીમભાઈ જુમાંભાઈ બાંભણીયા, આમદશાહ ઉમરશા ફકીર, રહીમશા વલીશા ફકીર, બળદેવસિંહ જીલુભા ઝાલા, કનકસિંહ ભાવુભા ઝાલા, મુન્નાભાઈ બોઘાભાઈ દલસાણિયા, સુરેશભાઈ નાથાભાઇ રૈયાણી અને વાલજીભાઈ નાથાભાઇ રૈયાણી સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા સહકાર આપી એકતા પૂર્વક જહેમત ઉઠાવવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..