ખેડૂતોના પાકને બચાવવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની તાતી જરૂર છે. આથી મચ્છુ-2 ડેમમાંથી 200 એમસીએફટી પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં આવતા 14 ગામોના ખેડૂતોના આશરે 3 હજાર હેકટરમાં પાકને જીવતદાન મળે એમ છે.આથી મચ્છુ-2 ડેમમાંથી 200 એમસીએફટી પાણી છોડવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મોરબીમાં ખડુતો ઉપર વરસાદ ખેંચાતા મોટી વિપદા આવી પડી છે. તેથી હવે ખેડૂતોને પાકને બચાવવા માટે પાણી આપવામાં જરાય વિલંબ પરવડે એમ નથી. ખેડૂતોની આવી દયનિય હાલત જોઈને પદાધિકારીઓ પણ તેમની વહારે આવ્યા છે અને પદાધિકારીઓએ ખેડૂતો માટે પાણી આપવાની માંગ બુલંદ બનાવી છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબીના મચ્છુ 2 ડેમના કમાન્ડ એરિયામાં આવતા તમામ ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની જરૂર હોય 14 ગામોના ખેડૂતો માટે મચ્છુ 2 ડેમમાંથી 200 એમસીએફટી પાણીનો જથ્થો છોડવાની માંગ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..