ડૂબી જવાની ઘટનામાં મૃતદેહો બહાર કાઢવામાં ગાંડીવેલ અડચણરૂપ, ધાર્મિક વિધિના કાર્યો કરવામાં પણ મુશ્કેલી મોરબી : મોરબી શહેરની મધ્યે પસાર થતી મચ્છુ નદીમાં વર્ષોથી લીલીછમ ગાંડીવેલનું ગ્રહણ સર્જાયું છે. પરિણામે આપઘાતના કિસ્સામાં કે ડૂબી જવાની ઘટનામાં મૃતદેહો બહાર કાઢવામાં ગાંડીવેલ અડચણરૂપ બની રહે છે. ઉપરાંત ધાર્મિક વિધિના કાર્યો કરવામાં પણ મુશ્કેલી અનુભવાતા મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા તાકીદે ગાંડી વેલનું સામ્રાજ્ય દૂર કરવા માંગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા, અશોકભાઈ ખરચરીયાએ મોરબી નગરપાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાંથી નીકળતી મચ્છુ નદીમાં ઘણા સમયથી લીલીવેલ પથરાઈ ગઈ છે. જેમાં ડેમથી લઈ છેક ઉદેડી માતાજીના મંદિર સુધી મચ્છુ નદીમાં લીલીવેલનું એટલી હદે આધિપત્ય ફેલાયેલું છે કે ક્યાંય પણ મચ્છુ નદીમાં પાણી દેખાતું જ નથી. પાણી ઉપર માત્ર લીલીવેલ જ દેખાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, મચ્છુ નદીમાં અકસ્માતે કે આપઘાતની ઘટનામાં ડૂબી જાય ત્યારે તાત્કાલિક તેને શોધી કાઢવામાં મોટી મુશ્કેલી ઉભી થાય છે. તેમજ લીલીવેલને કારણે કલાકોની જહેમતના અંતે મૃતહેદ બહાર નીકળી શકે છે. તેમજ મચ્છુ નદીમાં બીજી ધાર્મિક વિધિઓ કરવામાં પણ હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને મૃર્તિ વિસર્જન થઈ ન શકતા બહાર મૃર્તિ પધરાવીને લોકો જતા રહે છે. તેથી આ બાબતને ગંભીરતાથી લઈ નગરપાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી તેઓએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..