મોરબી : મોરબીમાં શ્રાવણી તહેવારોની સીઝન શરૂ થતાં જ દારૂ અને જુગારની બદી વધવા પામી છે ત્યારે એલસીબી પોલીસે પંચાસર રોડ ઉપરથી બ્લેન્ડર્સ પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કીની સાત બોટલ સાથે બે શખ્સોને ઝડપી લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે. મોરબી શહેરના પંચાસર રોડ ઉપર શિવમ હોલ સામે બે શખ્સો થેલામાં શંકાસ્પદ વસ્તુ સાથે ઉભા હોય એલસીબી ટીમે કોજસિંહ ઉર્ફે કવરાજ કિશનસિંહ ભાટી, રહે. હાલ મોરબી, કંડલા બાયપાસરોડ, આનંદનગર સોસાયટી, મકાન નંબર ૨૮ મુળ ૧૬૧, સારણ ભોજાસર, છીતરબેટા, તા. ફલોદી જી. જોધપુર રાજસ્થાન અને નરેન્દ્રસિંહ દોલતસિંહ તવર, ઉ.વ.૨૪ ધંધો મિસ્ત્રીકામ રહે. હાલ મોરબી, દલવાડી હોટલ પાસે, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ મુળ રહે. ચુડલા તા.નીમકા થાના. પોસ્ટ. સવાલ્પુરા તન્વ્રણ જી સિકર રાજસ્થાન વાળાને ચેક કરતા આરોપીઓના કબ્જામાંથી એકબીજા પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૦૭ કિ.રૂ. ૫૯૫૦ મળી આવી હતી. જેને પગલે બન્ને આરોપીઓને ઝડપી લઈ એલસીબી સ્ટાફે આરોપીઓને વિદેશી દારૂ સાથે એ ડિવિઝન પોલીસને સોંપી આપી પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..