મોરબી : મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ, તેમના બહેનો, વાલીઓ અને સ્ટાફગણ સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની પારિવારિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આજના સમયમાં હાવી બનેલી પશ્ચિમી સંસ્કૃતિની સામે આપણા અમૂલ્ય વારસા સમા તહેવારોનું મહત્વ વિદ્યાર્થીઓમાં વધે એ ઉદેશ્ય સાથે સર્વોપરી શૈક્ષણિક સંકુલ દ્વારા ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધનની અનેરી ઉજવણી કરવાની સાથે વિદ્યાર્થીઓને શાળા સંચાલકો અને શૈક્ષિક સ્ટાફ દ્વારા રક્ષાબંધનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..