મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની તવાઈ મોરબી : મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની તવાઈ ઉતારી હતી અને જુગાર રમતા 17 જુગારીઓને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે વાણીયાવાળો વિસ્તાર જાપા નજીક પેલી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ અક્ષયભાઇ ઘનશ્યામભાઇ વિડજા, નિતિનભાઇ જયંતીભાઇ કાવઠીયા, રવિભાઇ ત્રિભુવનભાઇ માકાસણા, મિલનભાઇ જયંતીભાઇ કાવઠીયાને રોકડા રૂપીયા ૧૪,૨૭૦ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સીરામીક સીટી ફ્લેટ નંબર એચ-૧ પાસે જાહેર રોડ જગ્યામાં જુગાર રમતા આરોપીઓ મનસુખભાઇ છગનલાલ ભીમાણી, હિતેશભાઇ મગનભાઇ શેરડીયા, મેનાબેન મનસુખભાઇ ભીમાણી, અમિષાબેન હિતેશભાઇ શેરડીયા, સોનલબેન ચેતનભાઇ ચારોલાને રોકડા રૂ.૭૨૮૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેરના વેલનાથપરા ચોકમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ શૈલેશભાઇ છનાભાઇ શંખેસરીયા, મનસુખભાઇ નરશીભાઇ બાબરીયા, તુષારભાઇ મનશુખભાઇ વડેચા, ભરતભાઇ છનાભાઇ પીપળીયા, લલીતભાઇ મનુભાઇ બાબરીયા, હાર્દીકભાઇ ગોવીંદભાઇ અસૈયા, રામજીભાઇ ભીખાભાઇ બાબરીયા, શીવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને રૂ. ૨૦,૩૫૦ ની રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..