દરેક તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરવાના ભાગરૂપે રક્ષાબંધનની સુરક્ષાબંધન તરીકે ઉજવણી કરાઈ મોરબી : ખુશીયા બાટને સે બઢતી હૈની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી દરેક તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરવા માટે જાણીતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે રક્ષાબંધનની સુરક્ષાબંધન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પછાત અને ઝૂંપટપટ્ટી વિસ્તારમાં જઈને લોકોને માસ્ક-સેનીટાઈઝરનું વિતરણ કરી કોરોના મહામારી સામે સુરક્ષિત રહેવાની સમજણ આપી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ સર્વ કલ્યાણની ભાવનાથી વ્યાપ્ત છે. ત્યારે રક્ષાબંધનના શુભ પર્વમાં આ ભાવના હમેંશા પ્રતીત થતી હોય છે. આથી ભારતીય સંસ્કૃતિને અંખડ રાખવાના ભગીરથ પ્રયાસો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી વિશિષ્ટ રીતે રચનાત્મક કરવામાં આવે છે.આ પરંપરાને નિભાવવા આજે રક્ષાબંધનના તહેવારને સુરક્ષાબંધન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેરના જુદા-જુદા જાહેર રસ્તા પર તથા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા ઉમદા હેતુથી લોકોમાં જનજાગૃતિ સાથે માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરી લોકોને વિશેષ રીતે સુરક્ષિત અને સલામત રહે તેની સમજણ આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..