યુવા આર્મી ગ્રુપની બહેનોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કાંડે બાંધ્યું રક્ષાકવચ, મહિલા કાર્યકરે સ્મશાનની ભઠ્ઠીને રાખડી બાંધી કોરોનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મોરબી : મોરબીમા સર્વત્ર રક્ષાબંધનની ઉમગ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે વિવિધ સંસ્થાઓના નેજા હેઠળ બહેનોએ સમાજની સુરક્ષા માટે જવાબદારી નિભાવતા પોલીસ જવાનો સહિતનાની હાથે રક્ષાકવચ બાંધી તેમની સુરક્ષા માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.જ્યારે મહિલા કાર્યકરે સ્મશાનની ભઠ્ઠીને રાખડી બાંધી કોરોનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સ્મશાનની ભઠ્ઠીને રાખડી બાંધી કોરોનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના મોરબીના સેવાભાવી મહિલા અને અનેક બિનવારસી મૃતદેહોને અવ્વલ મંજિલ પહોંચાડનાર હસીનાબેન લાડકાએ આજે રક્ષાબંધનના દિવસે સ્મશાનમાં ગેસની ભઠ્ઠી ને રાખડી બાંધી અને કોરોનાથી મૃત્યુ પામેલ અને બિનવારસી મૃતદેહોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. પોલીસ જવાનોના હાથે બાંધ્યું રક્ષાકવચ મોરબીના યુવા આર્મી ગ્રુપની બહેનો દ્વારા મોરબી જિલ્લા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે યુવા આર્મી ગ્રુપની બહેનોએ પોલીસ જવાન ભાઈઓ માટે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આઈપીએસ અધિકારીથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ ફરજ માટે પોતાના વતનથી દૂર અહીં આવીને ફેમલી કે તહેવારોની ઉજવણીની પરવા કર્યા વગર સતત પ્રજાની સુરક્ષા માટે તૈનાત રહે છે ફરજને કારણે રક્ષાબંધને પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા જઈ શકતા નથી.ત્યારે આપણી રક્ષા માટે પોતાના જીવ કે પરિવારની પરવા કર્યા વગર ફરજ બજાવતા આવા વિરલાઓને રાખડી બાંધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ અમારા માટે મોટા ગૌરવની વાત છે અને એમને રાખડી બાંધ્યા બાદ એમના ચહેરામાં જે ખુશી જોવા મળી તેનો અમને આનંદ છે. જરૂરિયાતમંદો માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં રાષ્ટ્રીય દિનદયાલ સેવા સંઘના મહિલા મોરચાના ઉપાધ્યાય ધર્મિષ્ઠાબેન વ્યાસ દ્વારા આજે રક્ષાબંધન નિમિતે જરૂરિયાતમંદ લોકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી પ્રભારી વંદનાબેન, જિલ્લા પ્રમુખ રશ્મિકાબેન સહિતના મહિલા મોરચાની બહેનો હજાર રહીને આ કાર્યક્રમને દિપાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..