મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રહેતો યુવાન ગત તા.18 ના રોજ ઘરેથી ગૂમ થયા બાદ ગઈકાલે મચ્છુ - 2 ડેમના કિનારેથી મૃતદેહ મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરપાર્ક, મહેશ પાન વાળી શેરીમાં રહેતા દિનેશભાઇ અવચરભાઇ ધુળકોટીયા રંગપર ગામની સીમમાં આવેલ એલ્વીગ્રેનાઇટો કારખાના કામ કરતા હતા અને તા.18ના રોજ કારખાનેથી નોકરી કરી ઘરે પરત ન આવતા તેમના પત્ની શિલ્પાબેને પતિ ગુમ થયા હોવાની ગુમસુધા નોંધ કરાવી હતી. દરમિયાન ગઈકાલે સાંજે મચ્છુ - 2 ડેમના કિનારેથી યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ કરી પરિવારજનો સમક્ષ ઓળખ કરાવતા મૃતક યુવાન દિનેશભાઇ અવચરભાઇ ધુળકોટીયા હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે આ મામલે બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે સહિતની બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..