મોરબી : મોરબીમાં રહેતા ઓડીસાના શ્રમિક મહિલા પતિ સાથે ઝઘડો થયા બાદ દોઢ વર્ષના બાળક સાથે ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં આ અંગે 181 અભયમ ટીમને જાણ થતા તેઓએ મહિલાનું તેના પતિ સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું. 181 ટીમને ફોન આવેલ કે વિશિપરા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એક અજાણ્યા બહેન તેના બાળક સાથે ઉભા છે. તેઓ હિન્દી કે ગુજરાતી સમજતા નથી. ટીમના કાઉન્સેલર ભારતીબેન પરમાર, કોન્સ્ટેબલ કાશ્મીરાબેન વાઘેલા તેમજ પાયલોટ ભરતભાઇ કુબાવત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ ઉપર પહોંચી પીડિતાની પૂછપરછ કરતા જણાવેલ છે કે તેઓ મૂળ ઓડીસાના છે. તેઓના પતિ કારખાનામાં કામ કરે છે. કારખાનાના ક્વાર્ટરમા બન્ને સાથે રહે છે. પરંતુ પતિ વારંવાર દારૂ પીને હેરાન કરતા હોય, મારકૂટ કરતા હોય તેઓ ઘરેથી નીકળી ગયા હતા. ટીમે પીડિતાને તેમના રહેણાંક સ્થળ ઉપર લઈ જઈને પતિને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..