વાંકાનેર : વાંકાનેર મામલતદાર કચેરી પાછળ રેલવેના ટ્રેક ઉપર અજાણ્યો પુરુષ ટ્રેન હેઠળ કપાઇ જતા વાંકાનેર સીટી સ્ટેશન માસ્તરે એડી નોંધાવી છે. ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મામલતદાર કચેરી પાછળ અંદાજે 55 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર સીટી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દેવેંન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ શર્માએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા એએસઆઈ એમ.આર.ગામેતીએ એડી નોંધી વધુ તપાસ હાથ ધરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..