સોમવારે જિલ્લાના 60 સ્થળે વેકસીનેશન માટે 9710 જેટલા ડોઝ ફાળવાયા મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રક્ષાબંધનના તહેવાર નિમિતે સરકારના આદેશ મુજબ વેકસીનેશન પ્રક્રિયા બંધ રહેશે.જ્યારે તા.23 ઓગસ્ટને સોમવારથી રાબેતા મુજબ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે આજે મોરબી જિલ્લામાં છ હજારથી વધુના ડોઝ વચ્ચે 44 સ્થળે કુલ 5165 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં આજે 44 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 6 હજારથી વધુ ડોઝ વચ્ચે આજે દિવસના અંતે મોરબી જિલ્લામાં 45 પ્લસમાં 1534 અને 18 પ્લસમાં 3613 તથા ખાનગીમાં 18 મળીને કુલ 5165 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.જ્યારે આવતીકાલે રક્ષાબંધનની રજા હોવાથી તા.23 ને સોમવારે વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે ડોઝ પણ વધારી દેવામાં આવ્યા છે અને સોમવારે વેકસીનેશન માટે વધુ 9710 જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા છે. ડોઝ વધુ હોય સ્થળ પણ વધારી દેવામાં આવ્યા છે. સોમવારે મોરબી જિલ્લાના 60 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના 25 સ્થળો, ટંકારા તાલુકાના 4 સ્થળો, માળીયા તાલુકાના 3 સ્થળો અને વાંકાનેર તાલુકાના 15 સ્થળો તેમજ હળવદ તાલુકાના 13 સ્થળોનો સમાવેશ થાય છે.