મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અને જિલ્લાની દુર્ગાવાહીની, માતૃશક્તિ અને સેવા વિભાગ દ્વારા આજ રોજ કોરોના વોરિયરને સિવિલ હોસ્પિટલ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની લાગણીભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ ઝંખનાબેન કમલભાઈ દવે અને સેવા વિભાગ મોરબી શહેર અધ્યક્ષ જયશ્રીબેન વાઘેલા સહિતના બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..