સામાજિક કાર્યકરે પાલિકાને રજુઆત કરી તળાવમાં ભળતા ગટરના પાણીને અટકાવવાની માંગ કરી મોરબી : મોરબીના છેવાડાના વિસ્તારમાં આવેલા તળાવમાં ગટરના ગંધાતા પાણી ભળી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી તળાવનું પાણી અશુદ્ધ થતા જન આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. આથી સામાજિક કાર્યકરે પાલિકાને રજુઆત કરી તળાવમાં ભળતા ગટરના પાણીને અટકાવવાની માંગ કરી છે. સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ મોરબી નગરપાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીના શનાળા બાયપાસ ઉપર લાયન્સનગરની બાજુમાં જીઇબીની કચેરી તેમજ શિયાળની વાડી વચ્ચે ઉમા પાર્ક પાસે આવેલ તળાવમાં હાલ પાણી ભરપૂર છે અને આ તળાવનું પાણી પીવાલાયક પણ છે. આ વિસ્તારના પશુઓ તળાવનું પાણી પીએ છે. પરંતુ આ તળાવનું પાણી અશુદ્ધ બની જાય તેવી ગંભીર સ્થિતિ ઉદભવી છે. જેમાં તળાવની બાજુમાં નીકળતી ભૂગર્ભ ગટરના પાઇપ ન હોવાથી આ ગટરના ગંદા પાણી તળાવમાં ભળી રહ્યા છે અને તળાવના પાણી ગંદા થઈ રહ્યા છે. જેને કારણે પશુઓના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે. આથી તંત્ર વહેલાસર ભૂગર્ભ ગટરમાં પાઇપ નાખી ગંદા પાણીને તળાવમાં જતા અટકાવે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..