પોલીસે જુગારીઓની મજા બગાડી નાખી : 18 પત્તાપ્રેમીઓ ગિરફ્તમાં મોરબી : મોરબી જિલ્લામાં જુગારીઓ ઉપર સતત કાર્યવાહી ચાલુ રાખી પોલીસે મોરબીમાં જુદા-જુદા બે સ્થળે અને માળિયાના તરઘરીમાં ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ 18 પિતાપ્રેમીઓને ગિરફ્તમાં લઈ રૂપિયા બે લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વાલ્મીકી વાસ શેરી નં.૨ ડીકે પાનવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ મોહનભાઈ વાઘેલા, રાહુલભાઈ મહેશભાઈ વાણીયા, ચનાભાઈ માવજીભાઈ મકવાણા, સંજયભાઈ મનુભાઈ પરમાર, પારસભાઈ હીરાભાઈ સોલંકી, કાનજીભાઈ મનજીભાઈ પરમારને રોકડ રૂપિયા ૧૬૮૦૦ સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે સામાકાંઠે સરસ્વતી સોસાયટી શેરી નંબર 1માં રહેણાંક મકાનમાં દરોડો પાડી અનીલભાઇ મગનભાઇ કડીવાર, જયંતિભાઇ ગોવીદભાઇ કૈલા, જયંતિલાલ વાધજીભાઇ વરસડા, મગનભાઇ જેરામભાઇ રાજપરા, મકનલાલ વાલજીભાઇ સંધાણી અને હરપાલસીહ જીલુભા ઝાલાને રોકડા રૂપીયા ૮૮,૫૦૦ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ત્રીજા દરોડામાં માળીયા પોલીસ ટીમે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તરઘડી ગામે નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયાના રહેણાક મકાનમા ચાલતા તીનપત્તીના જુગાર ઉપર દરોડો પાડી નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયા, સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર, જયેન્દ્રભાઇ કાનજીભાઇ છત્રોલા, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ, નરભેરામભાઇ થોભણભાઇ પનારા અને મનસુખભાઇ રતીલાલભાઇ સનારીયાને રોકડા રૂપિયા ૧,૦૦,૯૦૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..