રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત સેમિનારમાં નાના રોકાણકારોને યોગ્ય માર્ગદર્શન અપાશે મોરબી : છેલ્લા દોઢ વર્ષના કોરોના કાળમાં દરેક લોકોની આર્થિક સ્થિતિ બેહાલ થઈ ગઈ છે. આવા કપરા સંજોગોમાં પણ લેભાગુ તત્વો નાના રોકાણકારોને લૂંટવા માટે અવનવી છેતરામણી લાલચભરી સ્ક્રીમોમાં ફસાવી રીતસર ઉઘાડી લૂંટ ચલાવીને ફરાર થઈ જતા હોય છે. આવા લેભાગુ તત્વો સામે કોઈ પુરાવા ન હોવાથી કોઈ પગલાં લઈ શકતા નથી. ત્યારે કોરોના કાળમાં નાના રોકાણકારોને બચાવવા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વહારે આવ્યું છે. લેભાગુ તત્વોથી નાના રોકાણકારોને બચાવવા અને જાગૃત તથા સશક્ત કરવાની જવાબદારી બોમ્બે સ્ટોક એક્સચેન્જ નિભાવવા માંગતું હોવાથી રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આવતીકાલે તા.21 ઓગસ્ટને શનિવારે બપોરે 3 વાગ્યે ઉમાહોલ, રવાપર નાકા, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કલેકટર જે.બી.પટેલ, ન્યાયમૂર્તિ એન.એમ.ધારાણી, માજી સાંસદ રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી તેમજ કાર્તિકભાઈ બાવીસી, વિરલભાઈ પીપળીયા, પૂર્વીબેન દવે, અશોકભાઈ કોયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપશે. તેથી લોકોને આ સેમિનારનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..