જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા.૨૫મી ઓગસ્ટથી લોકો લાભ લઇ શકશે મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રવર્તમાન વર્ષે સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વિતરણ આગામી તા.૨૫-૮-૨૦૨૧ બુધવારથી શરૂ કરાશે જેમાં શુધ્ધ અમૂલ ઘીમાંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીતની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર, રત્લામી સેવ, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, સાબુદાણા, માખણીયા સહીતના ફરસાણનો સમાવેશ થાય છે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. ફરસાણ તેમજ મીઠાઈ લેવા આવનારે પ્રવર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવાનુ રહેશે. તેમ જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી અને હરીશભાઈ રાજા તેમજ મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..