ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. મોરબીના પરશુરામધામ ખાતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટ તથા મોરબી નગરપાલિકા અને પરશુરામધામના આર્થિક યોગદાનથી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આથી પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલના લોકાર્પણ કાર્યક્રમનું પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામધામ ખાતે યોજાયેલા આ કર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષએ રામ મંદિરથી મંડીને ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદીના સુશાસનની યશગાથા વર્ણવી હતી.તેમજ બ્રહ્મ સમાજને વધુ શિક્ષિત અને સંગઠિત થઈને દેશ માટે યોગદાન આપવાની હિમાયત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..