આજે જિલ્લામાં કુલ 4063 લોકોનું વેકસીનેશન મોરબી : મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે ફરી ડોઝ ઘટાડી દેવામાં આવ્યા છે.તેથી વેકસીનેશન પણ ઘટ્યું છે.જેમાં મોરબી જિલ્લામાં આવતીકાલ માટે 6 હજાર ડોઝ ફાળવાતા 36 સ્થળે વેકસીનેશન શક્ય બનશે. જ્યારે આજે પણ ઓછા ડોઝ હોવાથી મોરબી જિલ્લામાં કુલ 4063 લોકોનું વેકસીનેશન થઈ શક્યું હતું. મોરબી જિલ્લામાં આજે વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 45 પ્લસમાં 1078 અને 18 પલ્સમાં 2967 અને ખાનગીમાં 18 મળી 4063 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી જિલ્લામાં આવતીકાલે 36 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના સૌથી વધુ 19 સ્થળો, ટંકારા તાલુકાના 4 સ્થળો, વાંકાનેર તાલુકામાં માત્ર એક સ્થળ, માળીયા તાલુકામાં 3 સ્થળો અને હળવદ તાલુકામાં 9 સ્થળોનો સમાવેશ થાય છે અને આવતીકાલે વેકસીનેશન માટે 6 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. જો કે, હમણાંથી ડોઝ ઘટતાં વેકસીનેશનના સ્થળો પણ ઓછા કરી નાખવામાં આવ્યા છે. જેમાં મોરબી અને હળવદને બાદ કરતાં ત્રણેય તાલુકામાં કાલે ખૂબ જ ઓછા સ્થળે વેકસીનેશન થશે.