ક્ષય રોગ નિર્મૂલન કાર્યક્રમમાં સહયોગ આપવા મોરબી જીલ્લાના તમામ ખાનગી તબીબોને અપીલ મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી નિર્મૂલન અભિયાન ૨૦૨૫ને સાકાર કરવા માટે મોરબીના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાકલ કરી ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ક્ષય જેવા જાહેર આરોગ્યના ગંભીર રોગને નિર્મૂલન કરવા મોરબી ખાતે નોંધાયેલ તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે અને ટીબી નિર્મૂલન ઝુંબેશ સ્વરૂપે કરવાની હાકલ કરાઈ હતી. મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાનગી તબીબો સાથે તાજેતરમાં બેઠક યોજાઇ હતી. ક્ષય રોગના નિદાન તથા સારવાર અંગેની તમામ વિસ્તૃત જાણકારી સરકારની સૂચના મુજબ નિયમીત નમૂનામાં આરોગ્ય વિભાગને આપવી તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ટીબી નિર્મૂલન અભિયાન ૨૦૨૫ની જાણકારી આપી હતી. અને મોરબીના તમામ ખાનગી તબીબોને ટીબીના દર્દીઓને શોધી યોગ્ય નોંધણી કરવાની આવશ્યકતા પર ભાર મૂકી ભારત સરકારના ૨૦૨૫ સુધીના ટીબી નિર્મૂલન અભિયાનમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. તથા નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક નોંધાયેલ દર્દીઓને સારવાર ચાલુ રહે ત્યાં સુધી સહાય મળે તે બાબતે જિલ્લા ક્ષય અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..