એસટી નિગમ દ્વારા આવી કોઈ યોજના ન હોવાનો ખુલાસો કરવો પડ્યો મોરબી : સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફેક મેસેજથી રાજ્યનું એસટી નિગમ ધંધે લાગ્યું છે. કોઈ ભેજાબાજ ટીખળ ખોર દ્વારા એસટી બસમાં 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મફત મુસાફરી માટે સ્માર્ટ કાર્ડની યોજના અમલમાં હોવાનું અને આ માટે મહામંડળની ઓફિસે જરૂરી આધાર પુરાવા સાથે સંપર્ક કરવા અનુરોધ કરતો ફેક મેસેજ વાયરલ કરતા નિગમના જનસંપર્ક અધિકારી દ્વારા સ્પષ્ટતા કરી આવી કોઈ યોજના અમલમાં ન હોવાનું અને લોકોને ગેરમાર્ગે નહીં દોરાવા ભાર પૂર્વક જણાવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે એસટી બસમાં 4000 કિલોમીટર સુધીની યાત્રા તદ્દન મફત હોવાનું અને આ માટે સ્માર્ટ કાર્ડ કઢાવવા આધારકાર્ડ, ઈલેક્શન કાર્ડ લઈ એસટી મહામંડળની ઓફિસે જઈ રૂપિયા 55 ભર્યેથી સ્માર્ટકાર્ડ કાઢી આપવામાં આવશે તેવો ફેક મેસેજ વાયરલ થતા અનેક લોકો એસટી વિભાગની કચેરીઓમાં પૂછપરછ કરતા થયા છે. વધુમાં અંગે ગુજરાત રાજ્ય એસટી નિગમના જન સંપર્ક અધિકારી દ્વારા સ્પષ્ટતા કરી એસટીમાં આવી કોઈ યોજના અમલમાં ન હોવાનું જણાવી જનતાને ગેરમાર્ગે ન દોરાવા અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..