લેબર કવાટર્સમાં ન્હાતા સમયે દેકારો કરવાની ના પાડતા શ્રમિકો ધોકા-પાઇપ સાથે સામ સામે આવી ગયા : સામસામી ફરિયાદ મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઘુટુ ગામની સીમમાં આવેલ હોલીસ સીરામીકના કારખાનાના લેબર કવાટરમાં ન્હાતા સમયે દેકારો કરવાની ના પાડતા બે લેબર કોન્ટ્રાકટર જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને જૂથના શ્રમિકો ધોકા-પાઇપ સાથે સામ સામે આવી ગયા બાદ એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. આ મારામારીની ઘટના અંગે સામાસામી ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના લખધીરપુર રોડ ઘુટુ ગામની સીમમાં આવેલ હોલીસ સીરામીકના કારખાનાના લેબર કવાટરમાં તપનભાઇ વિશ્વજીતભાઇ ઘોસ (ઉ.વ.૨૬) એ તે જ કારખાનામાં રહેતા શ્રમિકો વિક્રમસિંગ ગુજજર, જયકરણ તથા ચન્દ્ર્પાલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૭ ના રોજ રાતના આશરે અગીયારેક વાગ્યાની આસપાસ ફરીયાદીના કોન્ટ્રાકટ નીચે કામ કરતા શ્રમિક પ્રકાશ તથા જંન્ટુ ઉર્ફે બબલુ તથા દેબાબ્રત ઉર્ફે મુન્ના એમ ત્રણેય જણા કારખાનાના બાથરૂમમા નાહતા હતા. ત્યારે નાહતા નાહતા દેકારો કરતા હતા ત્યારે વિક્રમસિંગના કોન્ટ્રાકટ નીચે કામ કરતા ચંદ્રપાલની પત્ની વંદના તથા તેની બહેન સુખદેવી ત્યા કપડા ધોવા આવેલ અને તેમને દેકારો કરવાની ના પાડતા બોલાચાલી થઈ હતી. આ બાબતેનો ખાર રાખી આરોપીઓએ લોખંડના પાઇપ તથા ધોકા અને લોખંડના પાઇપ વડે ફરીયાદીને માથાના ભાગે તથા જમણા હાથની કોણીના ભાગે તેમજ લાકડાના ધોકા વડે ફરીયાદીના પીઠના ભાગે ઇજા કરી હતી. તથા આરોપીઓએ કવાટરનો દરવાજો તોડી આ સાહેદ કાર્તીક જે અંદર સુતેલ હતો. તેને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે મારતા જમણા પગમા તથા ડાબા હાથની ટચલી આંગળીના ભાગે ફેકચર કરી સાહેદ રઘુનાથ બારીકની ફોરવ્હીલ ગાડીના આગળ પાછળના બન્ને કાચ તોડી નાખી સાહેદ રઘુનાથને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરી હતી અને વચ્ચે છોડાવા પડતા સાહેદ સુમને મોઢાના ભાગે સામાન્ય ઇજા કરી ફરીયાદીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે વિક્રમસિંગ ગોવિંદસિંગ ગુજજર (ઉ.વ-૨૮ ધંધો-હોલીસ સીરામીકમા લેબર કોન્ટ્રાકટર) એ આરોપીઓ તપનભાઇ ઘોસ, પ્રકાશ મુરમુ તથા જંન્ટુ ઉર્ફે બબલુ બેરા અને દેબાબ્રત ઉર્ફે મુન્ના ઘોસ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના કોન્ટ્રાકટ નીચે કામ કરતા મજુર ચન્દ્ર્પાલની પત્ની તથા બહેન સાથે આરોપીઓ નાહતા નાહતા દેકારો કરતા હતા તે બાબતે બોલાચાલી થતા ફરીયાદી તથા સાહેદો તેમને સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરેલ અને સાહેદ ચંદ્રપાલના નાકના ભાગે સામાન્ય ઇજા તથા જયકરણને મુઢ ઇજા કરી ફરીયાદીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..