બેઠા પુલ ઉપર દશામાની પ્રતિમાઓની સરેઆમ અવહેલના ખંડિત મૂર્તિઓથી ધાર્મિક લાગણીને ઠેસ મોરબી : મોરબીમાં સતત દસ દિવસ સુધી દશામાનું વ્રત કરી પૂજન અર્ચન કરનાર ભક્તોએ માતાજીને વિદાય આપવામાં કચાસ રાખી ગંદા પાણીમાં આડેધડ મૂર્તિઓ વિસર્જિત કરતા ધડ અને માથા અલગ થઈ ગયેલી પ્રતિમાના દ્રશ્યોથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી. તાજેતરમાં જ દશામાંનું વ્રત પૂરું થયું હતું.જેમાં દસ દિવસ સુધી ઘરે દશામાંની મુર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી સતત પૂજા અર્ચના કરી વ્રતના છેલ્લા દિવસે મચ્છુ નદીમાં દશામાંની મૃર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મોરબીના પુલની નીચે વહેતી મચ્છુ નદીમાં હાલ વરસાદ ન હોય મોટાભાગે ગટરનું દૂષિત પાણી છે. ત્યારે આવી ગંદકીમાં જદશામાંની મૃર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આથી ઘણી બધી મૂર્તિઓની ભારે અવદશા થઈ ગઈ છે અને ભારે ખડીત થઈને બહાર દેખાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..