મોરબીના ધરમપુર પાટીયા પાસે સાદુળકા રોડ પરની ઘટનામાં સીરામીક કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં રિક્ષાના સ્વાંગમાં લૂંટ ચાલવતી રીક્ષા ગેંગ ફરી સક્રિય થઈ હોવાના એંધાણ મળ્યા છે. જેમાં મોરબીના ધરમપુર પાટીયા પાસે સાદુળકા રોડ પર સીરામીક કોન્ટ્રાક્ટરને રિક્ષમાં બેસાડી છરી બતાવીને ત્રણ શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. જો કે ગત તા.૧૦ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનાની હવે ફરિયાદ નોંધાવતા લૂંટારુઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલ એપ્રીકોડ સીરામીક કારખાનામાં રહી સીરામીક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યોગીભાઇ દયાલસિગ ચોહાણ (ઉ.વ. ૧૯) એ આરોપીઓ સી.એન.જી રિક્ષા નં.જી.જે.૩૬.યુ.૦૦૨૭ નો ચાલક તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. ગત તા.૧૦ના રોજ રાતના સાડા આઠ પોણા નવેક વાગ્યા દરમ્યાન ધરમપુર પાટીયા સાદુળકા રોડ ઉપર ફરીયાદીને આરોપીઓએ પોતાની રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ફરીયાદીને છરી બતાવી ફરીને પકડી રાખી મારવાની ધમકી આપી ફરીયાદીનુ પાકીટ જેમા રહેલ રોકડા રૂ. ૪,૮૫૦ તથા બે મોબાઇલ જેમા એપલ સીક્સ એસ પ્લસ મોબાઇલ કિ.રૂ. ૧૨,૦૦૦ તથા રેડમી નાઇન મોબાઇલ કિ.રૂ. ૩,૫૦૦ મળી કુલ કિ.રૂ. ૨૦,૩૫૦ની લુંટ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..