પરિવારજનો આકુળ વ્યાકુળ : પોલીસે માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ધારડી વિસ્તારમાં રહેતી પરિણીતા તેની તરુણ વયની પુત્રી સાથે લાપતા બની હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાતા પોલીસે બન્ને માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી છે. મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે ધારડી વિસ્તારમાં આવેલ નવ દુર્ગા હોલ વાળી શેરીમાં રહેતા સંગીતાબેન રમેશભાઇ મોરડીયા (ઉ.વ.૪૫) તેની પુત્રી પ્રિયા રમેશભાઇ મોરડીયા (ઉ.વ.૧૩) સાથે ગત તા.૧૪ ઓગસ્ટના રોજ સવારના સાતેક વાગ્યે કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને માતા-પુત્રી સમયસર ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ સગા-સબધીઓમાં ઘરમેંળે તપાસ કરી હતી. પરંતુ આજદિન સુધી બન્ને માતા-પુત્રીનો પત્તો ન લાગતા અંતે પરિણીતાના પતિ રમેશભાઇ ડાયાભાઇ મોરડીયાએ પોતાની પત્ની અને પુત્રીની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાવી છે. આથી પોલીસે બન્ને માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..