મોરબી : મોરબીની મિલોની જીવાણીની સૌરાષ્ટ્ર અન્ડર 19 વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. મિલોની છેલ્લા 2 વર્ષથી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમિમાં પ્રેક્ટિસ કરે છે. કોચ નિશાંત જાનીના અન્ડરમાં તેને સૌરાષ્ટ્રની અન્ડર 19 ટીમમાં સ્થાન મળ્યું છે. મિલોની રાઈટ હેન્ડેડ ટોપ ઓર્ડર બેસ્ટમેન છે. તેને યો યો ટેસ્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં 16.1 સ્કોર કરીને રેકોર્ડ સર્જ્યો હતો. આ અંગે કોચ નિશાંત જાનીએ જણાવ્યું કે આ સ્કોરના આધારે પ્લેયરની ફિટનેસ અને સ્કિલ મપાય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે મોરબી ક્રિકેટ એસો.ના પ્રમુખ કાંતિલાલ અમૃતિયાના સહકારથી મોરબી જિલ્લાની પ્રથમ વુમેન પ્લેયર સૌરાષ્ટ્રની ટીમમાં રમવા જવાની છે.