મોરબી : ફિઝિયોથેરાપી ક્ષેત્રે 19 વર્ષથી ઉમદા કામગીરી કરતા મોરબીના સિનિયર ફિઝીયોથેરાપીસ્ટ ડો. ભાવેશ ઠોરિયાની રાજયકક્ષાની ફિઝિયોથેરાપી કાઉન્સીલમાં ઇન્સ્પેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માંગતા ફિઝિયોથેરાપીસ્ટે ફિઝિયોથેરાપી કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન ડો. ભાવેશ ઠોરિયા દ્વારા થઈ શકશે. જેથી મોરબી તથા આસપાસના ફિઝીયોથેરાપીસ્ટની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. તેમ એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..