ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની 22મીએ સામાન્ય સભા ચાર કર્જદારના શેર જપ્ત કરાશે મોરબી : મોરબી સીટીઝન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા આગામી તા.22ને રવિવારે જલારામ મંદિર ખાતે યોજાશે. જેમાં સભાસદોને હવે 18 લાખ સુધીની લોન આપવા પેટ નિયમમાં સુધારાને બહાલી આપવામાં આવશે. મોરબી સીટીઝન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડની 26મી વાર્ષિક સાધારણ સભા આગામી તા.22 ઓગસ્ટના રોજ સાંજે 5.30 કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે યોજવામાં આવી છે. જેમાં નફાની ફાળવણીથી લઈ સભાસદોને વ્યક્તિ દીઠ 18 વર્ષની મુદત માટે 18 લાખ સુધીનું ધિરાણ આપવા, કર્જદારોના શેર લોન ખાતે જમા લેવા સહિતની 11 બાબતો કાર્યસુચીમાં સમાવવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..