ટંકારા-મોરબી હાઈવે રોડ પરની ઘટનામાં ફરિયાદ નોંધાઈ ટંકારા : ટંકારા મોરબી હાઈવે રોડ પર લક્ષ્મીનારાયણ જીન પાસે શ્રમિકના ગળે છરી રાખી ધાક ધમકી આપી ચાર શખ્સો લૂંટ ચલાવીને રફુચક્કર થઈ ગયા હતા. જો કે મોરબીમાં લૂંટની ઘટનાની જેમ આ ટંકારા પાસેની લૂંટની ઘટનામાં પણ મોડી ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મોરબી અને ટંકારની લૂંટ વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ટંકારા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇમરાન હનીફભાઈ વીકીયાણી (ઉ.વ-૧૯ ધંધો-મજુરી રહે.સરાદાર નગર ૩ ટંકારા) એ મોટર સાયકલ નં જી-જે-૩૬-કે-૮૬૩૭ પર આવેલ અજાણ્યા ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯ ઓગસ્ટના રોજ લક્ષ્મીનારાયણ જીન ટંકારા મોરબી હાઈવે રોડ પર અજાણ્યા ચાર ઇસમોએ મોટર સાયકલ પર આવી ફરીયાદીના ગળે છરી રાખી ફરીયાદી પાસે રહેલ વિવો કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ ફોન કિ. રૂ. ૪,૦૦૦ તથા ફરીયાદીના ખીસ્સામા રહેલ રોકડા રૂપીયા ૪,૫૦૦ લુટ કરી અને ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી લુંટ કરીને નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..