પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી કપરી હાલત હોય વાહન લઈને નીકળવું જોખમી બન્યું મોરબી : કંડલા હાઇવેને જોડતા મોરબીના ગાળા અને જેતપર ગામ વચ્ચેનો પુલ હાલ અત્યંત ભયજનક હાલતમાં છે. આ પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી કપરી હાલત હોય વાહન લઈને નીકળવું જોખમી બન્યું છે. આવા સંજોગોમાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગ તાકીદે આ પુલનું યોગ્ય સમારકામ કરાવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના ગાળા અને જેતપર ગામ વચ્ચેના પુલની હાલત હાલ ખૂબ જ ગંભીર છે. આ પુલ ભારે જર્જરિત થઈ ગયો હોય વાહન લઈને પસાર થવું જોખમી બન્યું છે. આ પુલનો જેતપર, જસમતગઢ, શાપર, અણિયારી, પાવડીયારી, રાપર સહિતના આજુબાજુના ગામોના લોકો ઉપરાંત આ વિસ્તારમાં સીરામીક ઝોન આવેલો હોવાથી 100 જેટલી સીરામીક ફેકટરીના લોકો ઉપયોગ કરે છે. દરરોજ 100 વધુ હેવી વાહનો અને 150 થી વધુ અન્ય વાહનો આ પુલમાંથી પસાર થાય છે. સ્થાનિકોને કહેવા મુજબ આ પુલ એટલી હદે ભયજનક બન્યો છે કે.પુલ ઉપરથી વાહન લઈને નીકળવું મુશ્કેલરૂપ છે. કારણ કે આ નવ નાળાનો આ પુલ ગમેં ત્યારે તૂટી પડે તેવી ગંભીર હાલત છે.જ્યારે કંડલા હાઇવેથી જતેપરને જોડતો આ પુલ હોય વાહનોનો ભારે ઘસારો રહે છે અને પુલ ઉપર અવરજવર કરવી જોખમી હોવાથી વહેલાસર માર્ગ અને મકાન વિભાગ આ પુલનું યોગ્ય રીનોવેશન કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..