સોનાના વાયદાના ભાવમાં રૂ.280 અને ચાંદીમાં રૂ.279ની વૃદ્ધિ ક્રૂડ તેલમાં નરમાઈઃ રબર, કોટનમાં સુધારોઃ સીપીઓ, મેન્થા તેલ, કપાસ ઢીલા મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,20,286 સોદાઓમાં કુલ રૂ.10,166.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 91 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 90 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 50,340 સોદાઓમાં કુલ રૂ.3,432.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,235ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,549 અને નીચામાં રૂ.47,184 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 વધી રૂ.47,505ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.158 વધી રૂ.38,074 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.4,705ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,132ના ભાવે ખૂલી, રૂ.274 વધી રૂ.47,412ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,483 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,866 અને નીચામાં રૂ.63,483 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.279 વધી રૂ.63,736 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.270 વધી રૂ.63,979 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.257 વધી રૂ.63,975 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 12,061 સોદાઓમાં રૂ.2,141.76 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.60 વધી રૂ.209.75 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.15 ઘટી રૂ.721.20 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.8 ઘટી રૂ.1,481.80 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.181ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 36,584 સોદાઓમાં કુલ રૂ.2,472.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,005ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,005 અને નીચામાં રૂ.4,943 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.51 ઘટી રૂ.4,955 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5 ઘટી રૂ.289.60 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,716 સોદાઓમાં રૂ.226.82 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,471ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1471 અને નીચામાં રૂ.1461 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.50 ઘટી રૂ.1,463.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,140 અને નીચામાં રૂ.18,000 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 વધી રૂ.18,112ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,185.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1190 અને નીચામાં રૂ.1170 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.50 ઘટી રૂ.1175 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.80 ઘટી રૂ.922.60 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 વધી રૂ.26,410 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,219 સોદાઓમાં રૂ.2,198.54 કરોડનાં 4,638.407 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 37,121 સોદાઓમાં કુલ રૂ.1,233.64 કરોડનાં 192.942 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.192.87 કરોડનાં 9,200 ટન, જસતના વાયદાઓમાં રૂ.301.63 કરોડનાં 12,040 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,127.63 કરોડનાં 15,5650 ટન, નિકલના વાયદાઓમાં રૂ.442.25 કરોડનાં 2,983.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.77.38 કરોડનાં 4,275 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,563 સોદાઓમાં રૂ.720.93 કરોડનાં 14,49,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,021 સોદાઓમાં રૂ.1,751.79 કરોડનાં 6,02,66,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.12 કરોડનાં 16 ટન અને કોટનના વાયદાઓમાં 348 સોદાઓમાં રૂ.32.30 કરોડનાં 12225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 186 સોદાઓમાં રૂ.7.03 કરોડનાં 75.6 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.65 કરોડનાં 36 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,152 સોદાઓમાં રૂ.186.72 કરોડનાં 16,010 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,336.201 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 688.743 ટન, એલ્યુમિનિયમમાં 15,405 ટન, જસત વાયદામાં 10,510 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,617.500 ટન, નિકલ વાયદામાં 2,908.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,565 ટન, ક્રૂડ તેલમાં 8,24,600 બેરલ અને નેચરલ ગેસમાં 2,03,87,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 180 ટન, કોટનમાં 88625 ગાંસડી, મેન્થા તેલમાં 447.84 ટન, રબરમાં 154 ટન, સીપીઓમાં 84,830 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,290 સોદાઓમાં રૂ.104.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 568 સોદાઓમાં રૂ.43.85 કરોડનાં 615 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 722 સોદાઓમાં રૂ.60.24 કરોડનાં 761 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,254 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 971 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,212ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,294 અને નીચામાં 14,203ના સ્તરને સ્પર્શી, 91 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 78 પોઈન્ટ વધી 14,279ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,846ના સ્તરે ખૂલી, 90 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ ઘટી 15,794ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા...