વ્યાજ વટાવને લગતા પ્રશ્નો કે ફરિયાદ હોય તો રજૂ કરવા પોલીસનો અનુરોધ મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં કાલે બુધવારે સાંજે 5 વાગ્યે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકદરબારમાં જનતાને હાલના પ્રવર્તમાન સમયમાં વ્યાજ વટાવને લગતા કોઈ પ્રશ્ન, રજુઆત કે ફરિયાદ હોય તો તેઓને અંગત ધ્યાને લેવામાં આવશે. તેમ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..