પોલીસની કડક કાર્યવાહી છતાં શ્રાવણીયા જુગારની બદીએ માજા મૂકી મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ઠેર ઠેર શ્રાવણીયા જુગારધામ ઉપર દરોડા પડયા હતા અને પોલીસે ગઈકાલે મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 27 આરોપીઓને ઝડપી લીધા હતા. જો કે પોલીસની કડક કાર્યવાહી છતાં શ્રાવણીયા જુગારની બદીએ માજા મૂકી છે. આથી પોલીસે જિલ્લામાં પાંચ સ્થળે દરોડા પાડી એકાદ લાખથી વધુ રોકડ કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વીસીપરામાં આવેલ સર્વોદય કારખાના પાસે સ્ટ્ટીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા અજયભાઇ વિઠ્ઠલભાઇ સનુરા, દિપકભાઇ કેશુભાઇ અગેચણીયા, ભરતભાઇ નાગજીભાઇ સેખાણીયા, કાનજીભાઇ ધનજીભાઇ ઇન્દ્રરીયા, જયેશભાઇ હીરાભાઇ કુરીયાને રોકડા રૂ.૧૦,૫૬૦ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી સ્કુલ પાસે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા દેવાભાઇ બાબુભાઇ કુંઢીયા, વિપૂલભાઇ રઘુભાઇ મંદેરીયા, રાયધનભાઇ પ્રેમજીભાઇ કુંઢીયા, જીતુભાઇ શનાભાઇ દેલવાણીયા, સંજયભાઇ મોહનભાઇ પંસારા, બટૂકભાઇ બાબુભાઇ મંદારીયા, વિક્રમભાઇ ધીરૂભાઇ પંસારા, ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીયાને રોકડા રૂ.૨૫,૭૦૦ સાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કયુરા સિરામીક સામે આવેલ કોમ્પલેક્ષ પાસે જય વિજય બેકરી નામની દુકાનના ઓટલા પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા જુગાર રમતા એભલ ભુપતભાઇ અગોલા, ભરતભાઇ ધીરૂભાઇ ખાંભલીયા, અશ્વિનભાઇ કનુભાઇ મકવાણા, શૈલેષભાઇ રઘુભાઇ કુરીયાને રોકડા રૂ.૩૪,૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ચોથા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ રોડ પર રેસી સીરામીકના લેબર કોલોની પાસે જાહેરમાં જુગાર રમતા મનુભાઇ છનાભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ નરશીભાઇ ગેલડીયા, ભરતભાઇ સોમાભાઇ વાઘેલા, હંસરાજભાઇ ચતુરભાઇ પનારા, રાજેશભાઇ ગેલાભાઇ ઝાલા, જીલાભાઇ લાલજીભાઇ દેકાવડીયાને રોકડ રૂપીયા કી.રૂ.૧૧ર૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પાંચમા દરોડામાં હળવદ પોલીસે હળવદ ટાઉનમાં સાનિધ્ય બંગ્લોઝ મેઇન ગેઇટની બહાર સ્ટ્ટીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા મનોજભાઇ રમણીકભાઇ નારીયાણી, પ્રકાશભાઇ રતિલાલભાઇ કાસણીયા, દિનેશભાઇ ગોવીંદભાઇ અગોલા, મિતભાઇ ચંદુભાઇ કૈલાને રોકડા રૂપિયા ૧૭,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..