મોરબીના જેતપર ગામની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના જેતપર ગામે જાત જલાવી લેનાર વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવનો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર ગામે રહેતા જયાબેન મોહનભાઈ મકવાણા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાએ ગત તા.૯ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર જાતે સળગી ગયા હતા.આથી ગંભીર રીતે દાઝી જતા તેઓને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમ્યાન ગત તા.૧૦ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઈ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઈ આર.બી.વ્યાસ ચાલવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..