મોરબી : મોરબીની વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગંગાસ્વરૂપ સહાય સમિતિના સહયોગથી જરૂરતમંદ મહિલાઓને ઘેરબેઠા રોજીરોટી મળે તેવા હેતુસર નજીવી ફી લઇ સિલાઈ કામ શીખડાવવા માટે વાત્સલ્ય સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે સમિતિએ છઠ્ઠા સીવણ ક્લાસને પોતાનો સહયોગ આપ્યો છે. વાત્સલ્ય સીવણ ક્લાસમાં હાલ 20 મહિલાઓના નામની નોંધણી કરવામાં આવી છે. આ પ્રસંગે ગંગાસ્વરૂપ સહાય સમિતિના દાતા દેવકરણભાઈ આદ્રોજા તેમજ તેમના પત્ની અને સમિતિના સદસ્ય બાલુભાઇ કડીવાર ઉપસ્થિત રહ્યા હતા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય તેમજ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નમાં પોતાનો સહયોગ આપી રહ્યું છે જેમાં વધુ એક સોપાન ઉમેરાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..