મોરબી : મોરબી જિલ્લાના વાઘપર પીલુડી ગામે બની રહેલ સુવિધાપથની સરપંચ કેશુભાઈ કડીવાર સાથે રહીને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અજય લોરીયાએ કોન્ટ્રાકર કારણે સૂચના આપી હતી કે કોઈ પણ જાતની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે અને ટેન્ડર મુજબ કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત લોકોને પણ કહ્યું હતું કે જ્યાં પણ જિલ્લા પંચાયત હસ્તકના રોડ બનતા હોય ત્યાં ધ્યાન રાખવું અને જો નિયમ અનુસાર કામગીરી ન થતી હોય કે કોઈ ગેરરીતિ થતી હોય તો મારો સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..