ટંકારા પોલીસે લતીપર ચોકડીએથી 8 બોટલ દારૂ સાથે બસ પણ કબ્જે કરી ટંકારા : મધ્યપ્રદેશથી ખેત શ્રમિકોની હેરફેર કરતી બસમાં વિદેશીદારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીકથી ટ્રાવેલ્સ બસના કલીનરને 8 બોટલ વિદેશી બોટલ સાથે ઝડપી લઈ ખાનગી બસને પણ ગુન્હાના કામે કબ્જે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીકથી ટ્રાવેલ્સ બસના ક્લીનર સુનીલ સવસિહ ભામનીયા રહે. જોતરાડા ફળીયુ અમન કુવા જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને વિદેશીદારૂની 8 બોટલ કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ બસમાં દારૂની હેરફેર કરવા બદલ ટ્રાવેલ્સ બસ GJ-16-U-3638 કિ.રૂ.૨,૫૦,૦૦૦ સહિત કુલ રૂ. ૨,૫૨,૪૦૦ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..