અનેક સોસાયટીઓ, કંપનીઓ અને સંસ્થાઓમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : મોરબી જિલ્લો આજે 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયો હતો. ઠેર ઠેર દેશભક્તિનો માહોલ જામ્યો હતો. અનેક સોસાયટી, કંપનીઓ તથા સંસ્થાઓમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજીને રાષ્ટ્રીય પર્વની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. કેરાળા ગામે ક્ષત્રિય યુવાનો દ્વારા ધ્વજવંદન કેરાળા ગામે છેલ્લા 5 વર્ષની પરંપરા આ વર્ષે પણ યથાવત રાખીને ક્ષત્રીય યુવાનો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ઝાલા જયરાજસિંહ અને ઝાલા દિવ્યરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી સબ જેલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી મોરબી સબ જેલના અધિકારી તથા કર્મચારીઓ અને બંદિવાનો દ્રારા હાલ વિશ્વસ્તરે ફેલાયેલ કોરોના વાયરસની SOPને ધ્યાનમાં લઇ ૭૫માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અધિક્ષક એલ.વી.પરમાર દ્રારા બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી બંદિવાનો તેઓના પરિવાર સાથે જેલ મુક્ત થઇ એક નવી જીદંગીનો આરંભ કરે તેવી શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી. ભરતનગર પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે સ્વતંત્રતા દિનની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ ઘેર રહીને ઉજવણી કરી હતી. તેઓએ દેશભક્તિ ગીતના ડાન્સ, અભિનય તેમજ રાષ્ટ્રધ્વજના ચિત્ર બનાવ્યા હતા. સાથે સાથે નાના ભૂલકાઓ અને વાલીઓએ જ્યા ત્યા કચરો ન ફેંકવાના શપથ લીધા હતા. સિલ્વર હાઈટમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો મોરબીના એસપી રોડ ઉપર આવેલ સિલ્વર હાઈટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિકોએ ધ્વજવંદન કરી એક બીજાને શુભકામનાઓ પાઠવી હતી. દેવ પેટ્રોલિયમમાં ધ્વજવંદન કરાયું મહેન્દ્રનગરના દેવ પેટ્રોલિયમમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. સાથે ચિંતન પણ કરવામાં આવ્યું હતું. બગસરા ગામે સ્વતંત્રતા દિને બટુકભોજન કરાવાયું બગસરા ગામે ૧૫મી ઓગસ્ટ અને શીવ મંદિરની ત્રીજી તીથી નીમીતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં ગ્રામજનો કાનજીભાઈ નાગજીભાઈ પીપરીયા, મગનભાઈ ખોડાભાઈ અખીયાણી, કીસોરભાઈ સુજાભાઈ વાઘેલા, પાટડીયા સુધીરભાઈ વલ્લભભાઈ, રમેશભાઈ લખમણભાઈ ખુગલા, વાલાભાઈ બીજીયાભાઈ ગજીયા,સુમરા મહેબુબભાઈ હામીદભાઈ જોડાયા હતા. જેટકોટેક એન્જી.દ્વારા વિશાળ તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ઉજવાયો લાઇટિંગ પોલ અને ફ્લેગ મસ્ટ પોલ ઉત્પાદન કરતી જેટકોટેક એન્જીનીયરીંગ દ્વારા પીપળી ગામ પાસે 102 ફૂટના પોલ ઉપર 20 × 3પ ફૂટનો વિશાળ તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરી હતી. આ તિરંગો આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જય ગણેશ હીરોમાં ધ્વજવંદન મોરબીના જય ગણેશ હીરોમાં સવારે 8 વાગ્યે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જીજ્ઞેશભાઈ ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા કર્મચારીઓ પણ જોડાયા હતા. અને સૌએ રાષ્ટ્રગાન કરી બાદમાં સલામી ભરી એક બીજાને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ જોષી તથા દિવ્યરાજસિંહ જાડેજાએ કર્યું હતું. ઇટોલી ગ્રેનિટોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી લાલપર-સતાપર રોડ ઉપર આવેલ ઇટોલી ગ્રેનિટોમાં આજે 75માં સ્વતંત્રતા દિવસની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌ કર્મચારીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરતાનપરના રામોસ સિરામિકમાં ધ્વજવંદન કાર્યક્રમ સરતાનપરના રામોસ સિરામિકમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તથા બંને મહામંત્રીઓ ભાવેશભાઈ અને રિશીપભાઇનું માર્ગદર્શન સાંપડ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મોરબી જિલ્લા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા અને જયદીપભાઇ હુંબલ દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઈ કાવર શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા તથા બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ ઉપપ્રમુખ અજયભાઈ બોરીચા, કેયુરભાઈ પંડ્યા,અરૂણભાઇ રામાવત, તેમજ મંત્રી ધવલભાઈ ત્રિવેદી, શક્તિસિંહ જાડેજા, મનીષભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ઝાલા અને શિવરાજસિહ જાડેજા હાજર રહ્યા હતા. ક્રિષ્ના પેટ્રોલિયમની શુભેચ્છા મુલાકાત લેતા મંત્રી રાજ્યના અન્ન અને નાગરીક મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ ક્રિષ્ના પેટ્રોલિયમની મુલાકાતે પધાર્યા હતા. આ વેળાએ મંગળજીભાઈ પટેલ અને જગદીશભાઈ પ્રજાપતિએ તેઓને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. ખાખરેચીમાં રેલવે કર્મી દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી ખારેચીયા ગામે રેલવે કર્મચારીઓએ આજે સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરી હતી. કર્મચારીઓએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી એક બીજાને રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. મોરબી પાલિકા પ્રમુખે કર્યું ધ્વજવંદન મોરબીના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે લાયન્સનગર (ગો) પ્રા. શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ તેઓએ સંબોધન પણ કર્યું હતું. સાથોસાથ તેઓની અધ્યક્ષતામાં સન્માન સમારોહ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. નવયુગ વિદ્યાલય ખાતે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન નવયુગ વિદ્યાલય - મોરબી ખાતે આપણાં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટની ઉજવણી માટે કોરોના પ્રોટોકોલ તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ મર્યાદિત વિદ્યાર્થીઓ અને નિશ્ચિત સમયમર્યાદા સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે RSS ના કાર્યકર ભીમજીભાઈ અઘારા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. નવયુગ વિદ્યાલય મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ઉત્સાહ-ઉમંગ સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની...