મોરબી : દેશભક્તિની ભાવના સાથે શહેરમાં સેવાકાર્યો કરતી જાણીતી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશની આન બાન અને શાન સમા ત્રિરંગા(રાષ્ટ્રધ્વજ)ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપને મોરબી શહેરમાં જાહેર વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્ય આદરભાવ અને રાષ્ટ્રભાવના પ્રગટાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરબી શહેરમાં સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેનાર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારો તહેવારોને હર્ષભેર ઉજવી શકે તેવા આયોજનો કરવામાં આવે છે. ઉપરાંત આજે રાષ્ટ્રીય પર્વ ગણાતો સ્વતંત્રતા દિવસ હોય યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ લોકોને દેશપ્રેમ અને ભાઈચારા સાથે રાષ્ટ્રહિતની વૃત્તિ અને દ્રષ્ટિ કેળવાય તેવા હેતુ થી દેશના ગર્વ અને સન્માનના પ્રતીક સમા ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે લગાડી રાષ્ટ્રપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી દેશપ્રેમ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..