મોરબી : ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પાર્વતીબેન વાઢેરનું જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી પોલીસ અધિક્ષકની કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પાર્વતીબેન વાઢેરે પોતે પ્રેગ્નેશીના છેલ્લા દિવસ સુધી પોતાની ફરજ બજાવી હતી. પોતાની ફરજ પ્રત્યે આવી નિષ્ઠા દાખવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું . તેમજ તેમને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..