ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ સર્જાયો ટંકારા : ટંકારા ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાની જુદી જુદી શાળામાંથી વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, રાસ, એકપાત્ર અભિનય વગેરે વિવિધતાથી સભર કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદબોધન મામલતદાર એન.પી.શુક્લ દ્વારા કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત આઝાદીના સંદર્ભમાં વિશેષ વાતો સમારંભના અધ્યક્ષ અને મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગ્યા દ્વારા રજુ થઇ હતી, આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા ,જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડા, ભાજપ સંગઠનના કિરીટ અંદરપા, રૂપસિંહ ઝાલા, ભાવનાબેન કૈલા, ગણેશભાઈ નમેરા, બી.આર.સી.કો- ઓર્ડીનેટર કલ્પેશભાઈ, ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક ભાગિયા રસિક, ઓરપેટ કન્યા વિદ્યાલયના બારૈયા ડાયાલાલ સહિતના અધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈએ કર્યું હતું. કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સર્વેએ નિહાળ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..