એલસીબી ટીમે વરંડામાંથી રૂ. ત્રણ લાખની કિંમતનો ૯૨૪ બોટલ દારૂ કબ્જે કર્યો : આરોપી ફરાર વાંકાનેર : મોરબી જિલ્લામાં શ્રાવણી જુગાર અને દારૂની બદી ફૂલીફાલી છે ત્યારે આજે એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે દરોડો પાડી ઢોરના વરંડામાંથી ત્રણ લાખથી વધુ કિંમતનો 924 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર આરોપી નાસી છૂટ્યો હતો. મોરબી એલસીબી પો.હેડ કોન્સ ચંદુભાઇ કણોતરા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયાને ખાનગી બાતમી રાહે મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઘીયાવડગામની ખારાપાટ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘીયાવડ ગામના રહીશ રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલાના કબ્જા વાળા વરંડામાં ડાંગરની પરાર નીચેથી મેકડોવેલ નંબર વન સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૩૩૬ કીમત રૂ. ૧,૨૬,૦૦૦ અને નાઇટ બ્લુ મેટ્રો લીકરની બોટલો નંગ-૫૮૮ કીમત રૂ. ૧,૭૬,૪૦૦ મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ-૯૨૪ કિ.રૂ. ૩,૦૨,૪૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા, રહે. ઘીયાવડ તા. વાંકાનેર જી. મોરબી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. દરોડાની સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા,પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, હરેશભાઇ સરવૈયા વગેરેએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..