મોરબી શહેર યુવા ભાજપ મોરચા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજાઈ મોરબી : મોરબીમાં ભાજપ યુવા મોરચા મોરબી શહેર દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ જોડાઈને લોકોમાં કાયમ દેશભાવનાની મશાલ પ્રગગતી રાખવાનો સંદેશ આપ્યો હતો. અખંડ ભારત સ્મુતિ દિવસ નિમિત્તે આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મોરબી શહેર યુવા મોરચા ભાજપ દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ મશાલ રેલી શહેરના શનાળા રોડ ઉપર સરદાર પટેલની પ્રતિમાથી લઈ ગાંધીચોક સુધી યોજાઈ હતી. મશાલ રેલીનું માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. મશાલ રેલીમાં જિલ્લા યુવા પ્રમુખ વિશાલ ઘોડાસરા, શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..