માળિયાના વાધરવા ગામે ફાયર બ્રિગ્રેડની સતત જહેમતના અંતે મોડીરાત્રે મૃતહેદ હાથ લાગ્યો માળીયા : માળીયા તાલુકાના વાધરવા ગામે સ્ટોરેજ તળાવમાં ગઈકાલે પાણી ભરવા જતી વખતે અકસ્માતે પગ લપસી જતા રેલવે કર્મચારી પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ, 108 અને ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી પાણીમાં ડૂબેલા કર્મચારીની શોધખોળ હાથ ધરી હતી અને ફાયર બ્રિગ્રેડની સતત જહેમતના અંતે મોડીરાત્રે કર્મચારીનો મૃતહેદ મળી આવ્યો હતો. આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વાધરવા ગામ પાસે આવેલ રેલવે લાઈનમાં આજે રેલવે કર્મચારી મનોજભાઈ અરજણભાઈ ધમેચા ગઈકાલે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પાણીની તરસ લાગતા બોટલ લઈને તેઓ માળીયાના વધારવા ગામે પાણીના સ્ટોરેજ માટે બનાવયેલા તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તળાવના કાંઠે પાણી ભરતી વખતે અકસ્માતે પગ લપસ્તા તેઓ પાણીમાં પડી ગયા હતા અને તરતા ન આવડતું હોવાથી ઉડા પાણીમાં ગરક થઈ ગયા હતા. આ બનાવની જાણ કરાતા સ્થાનિક રેલવે પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગ્રેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તળાવમાં ડૂબેલા આ કર્મચારીની શોધખોળ હાથ ધરી હતી. જો કે તળાવમાં સતત શોધખોળના અંતે હતભાગી રેલવે કર્મચારીનો ગત મોડીરાત્રે મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..