જુદાજુદા ચાર દરોડામાં 10 બોટલ સાથે 6 આરોપી ઝડપાયા મોરબી : મોરબી પોલીસે જુદાજુદા ચાર દરોડામાં વિદેશી દારૂની 10 બોટલ સાથે અલ્કેશ, રવિ, કિશન, સુલતાન સહિતના આરોપીઓને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી દારૂ અંગેની કાર્યવાહીમાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ કબીર આશ્રમ નજીક ભકિતનગર સોસાયટીના નાકેથી આરોપી કિશનભાઇ ભીખાભાઇ મેવાડા, સીસી નામની વ્યક્તિ અને પ્રભુલાલ નાથાભાઇ વાંકને મેકડોવેલ્સ સુપીરીયર વ્હિસ્કિ બોટલ નંગ -2 કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લીધા હતા. જયારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે સુલતાનભાઇ અબ્બાસભાઇ નોતીયારને મોરબી મચ્છીપીઠ ઘાંચી શેરીનં.૮ માથી મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કિની 4 બોટલ કિ.રૂ. 1500 સાથે ઝડપી લીધો હતો. જયારે સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડીએ શીવ એન્જીનીયરીગ નામની દુકાન સામેથી અલ્કેશભાઇ રામજીભાઇ થડોડાને બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેક્ટ પ્રિમિયમ વ્હીસ્કી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૩ કિં.રૂ.૨૫૫૦ સાથે તેમજ નવલખી ફાટક સેન્ટમેરી સ્કુલ સામેથી રવીભાઇ નરભેરામભાઇ બોપલીયાને મેક્ડોવેલ્સ નંબર-૧ સુપિરીયર ઓરીજન્લ વ્હિસ્કીની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૧ કિં.રૂ.૩૫૦ તેમજ મોટર સાઇકલ હિરો સ્પ્લેન્ડર જી.જે.-૩૬-ક્યુ-૮૧૬૦ ની કિં.રૂ. ૧૦,૦૦૦ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..