વાંકાનેરના આણંદપર ગામની સીમમાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં બેલાની ખાણમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનને વીજ શોક લાગતા કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમ આવેલી હરીભાઇની બેલાની ખાણમાં કામ કરતી વેળાએ સંતોષભાઇ ફુલચંદ્રભાઇ નિશાદ (ઉ.વ. ૧૯, રહે.આણંદપર, તા. વાંકાનેર)ને ઇલેક્ટ્રીક શોટ લાગતા મૃત્યુ નિપજતા આ મામલે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..