આવતીકાલે રાજયકક્ષાના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ મોરબી : આવતીકાલે તા.૧૪ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર, મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મોરબીને હરિયાળું બનાવવા ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવશે. સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સાંસદ સભ્યોઓ, ધારાસભ્યઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..