મોરબી : રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવ દિવસીય ધૂન ભજનનું મર્યાદિત લોકોની હાજરીમાં આયોજનમાં કરવામાં આવ્યું હતું. રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં કરસનભાઈ દેત્રોજા પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિતે શિવ પૂજા તેમજ નવ દિવસીય ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લોકોએ લાભ લીધો હતો. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરભેરામભાઈ, ભુદરભાઈ, હરજીભાઈ અને લાભુભાઈ વગેરે લોકોએ જહેમત ઉઠાવી હોવાનું મુકેશભાઈ ભગતની યાદીમાં જણાવાયુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..