દેશસેવામાં ખડેપગે રહેતા સૈનિકોને રાખડી રૂપી રક્ષાકવચ મોકલી તબીબની પાંચ વર્ષની પુત્રીએ રાષ્ટ્રભાવના દાખવી મોરબી : મોરબી જિલ્લાના પ્રથમ એમડીએસ ડેન્ટિસ્ટ રાષ્ટ્રપ્રેમી વિચારધારાને પગલે સૈનિકો માટે કાયમી નિઃશુલ્ક નિદાન સારવાર કરી રહ્યા છે ત્યારે તેમની પાંચ વર્ષની બાળકી પણ પિતાના પગલે ચાલી દેશના સીમાડાઓ ઉપર ખડેપગે ફરજ બજાવતા સૈનિકોને રાખડી રૂપી રક્ષા કવચ મોકલ્યું છે. મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર હોસ્પિટલ ધરાવતા અને મોરબીના સર્વ પ્રથમ એમડીએસ ડેન્ટિસ્ટ ડો.મિલનકુમાર કુમાર ઉઘરેજા માનવસેવા માટે સદાય તત્પર રહેવાની સાથે પોતાના ક્લિનિક ઉપર આવતા સૈનિકોને કાયમી નિઃશુલ્ક નિદાન અને સારવાર કરી રાષ્ટ્રપ્રેમ દાખવી રહ્યા છે. મોરના ઈંડા ચીતરવા ન પડે તે ઉક્તિ મુજબ ડો.મિલનકુમાર ઉઘરેજાના રાષ્ટ્રપ્રેમના ગુણો તેમની પાંચ વર્ષની પુત્રી દ્વિતિમાં પણ બચપણથી રોપાતા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને દ્વિતીએ દેશના સીમાડાઓ ઉપર ફરજ બજાવતા સૈનિકો માટે રાખડી રૂપી રક્ષા કવચ મોકલી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..