નાગરિક બેન્ક દ્વારા અગમચેતીરૂપે તમામ ફિક્સ ડિપોઝિટનું ક્રોસ વેરિફિકેશન શરૂ કરી દીધુ મોરબી : ગ્રાહકોમાં અતૂટ વિશ્વાસ ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખામાં ફિક્સ ડીપોઝીટમાં ગોલમાલ થઇ હોવાનું બહાર આવતા બેન્ક સત્તાવાળાઓ દ્વારા તાકીદે શંકાના દાયરામાં રહેલા બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલી રાજકોટ નાગરિક સહકરી બેંકમાં ફિક્સ ડિપોઝીટ વટાવવા આવેલા બેન્ક ખાતેદારની એફડી કોમ્પ્યુટરમાં બોલતી ન હોવાથી આ મામલે ગ્રાહકે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા કિસ્સાની ગંભીરતા સમજી બેન્ક દ્વારા એક દિવસનો સમય માંગી તપાસ શરૂ કરતા બેન્કના જ બે કર્મચારીઓની સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવતા તાત્કાલિક અસરથી બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાનું બેન્કના મીડિયા કો-ઓર્ડીનેટર અલ્પેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. બીજી તરફ ગ્રાહકોના વિશ્વાસ થકી આજે વટવૃક્ષ બનેલી રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ફિક્સ ડીપોઝીટના આ ચોંકાવનારા કિસ્સા બાદ તમામ ફિક્સ ડિપોઝીટ ધારકોની પહોંચ અને કોમ્પ્યુટરનો તાળો મેળવવાનું પણ શરૂ કરી હાલમાં ગંભીર બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું રાજકોટ નાગરિક સહકારી બેન્કના મીડિયા કો-ઓર્ડીનેટર અલ્પેશભાઈ મહેતાએ અંતમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..